|
|
 |
|
|
|
Welcome to Gunotsav 2010-2011 |
|
|
|
|
|
|
|
ગુણોત્સવ ર૦૧૦-૧૧ |
|
|
|
|
રાજયમાં પ્રવેશપાત્ર
તમામ બાળકોનો શાળા પ્રવેશ કરાવવા માટે વર્ષઃર૦૦૩-૦૪ થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ
આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમના ખૂબ સારા પરિણામો મળતાં શાળામાં નામાંકન ૧૦૦%
ની નજીક પહોંચી ગયું છે. તેમજ શાળાઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે આ ગાળા દરમ્યાન
રાજય સરકારે ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરી છે. આ બધા સહિયારા પરિબળોના પરિણામે પ્રાથમિક
શાળાઓમાં ધો.૧ થી પ નો ડ્રોપ આઉટ રેટ ર.ર૯% સુધી અને ધો.૧ થી ૭ માં ૮.૮૭% સુધી નીચે
ઉતરી આવ્યો છે, જે "૦" સુધી લઈ જવાનું રાજ્ય સરકારનુ લક્ષ્ય છે.
|
|
આમ, શાળાઓમાં ૧૦૦% નામાંકન અને ૧૦૦% સ્થાયીકરણ તરફની ભૌતિક સિદ્ધિની કૂચ જારી
છે. ત્યારે શાળા-શિક્ષકો-વિઘાર્થીઓની શૈક્ષણિક "ગુણવત્તા" ઉપર ભાર મૂકી તેની ઉપર ઘ્યાન
કેન્દ્રીત કરવું આવશ્યક થઈ પડે છે. આથી શાળા-શિક્ષકોની શૈક્ષણિક સજજતા અને વિઘાર્થીઓની
શૈક્ષણિક ક્ષમતા તથા અભ્યાસની ગુણવત્તાની ચકાસણી અને ત્રુટિઓના
ઉપાય કરવા તે આજની તાતી
જરૂરિયાત છે, તે માટે છે "ગુણોત્સવ" કાર્યક્રમ. આ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રી
અને માન. મંત્રીશ્રીઓ/સંસદીય સચિવશ્રીઓ તથા રાજય કક્ષા/જિલ્લા કક્ષા ના ઉચ્ચ અધિકારીઓ
જોડાશે અને શાળા-શિક્ષક-વિઘાર્થીનું શૈક્ષણિક દૃષ્ટિએ મૂલ્યાંકન આ "ગુણોત્સવ" કાર્યક્રમમાં
કરશે.
|
|
 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|