ગુણોત્સવ ર૦૧૦
ખાસ નોંધ: શાળાઓમાં વેકેશન હોવા છતાં તા. ૩-૧૧-૨૦૧૦ સુધીમાં તમામ શાળાઓની ડેટા એન્ટ્રી તથા આચાર્યશ્રીઓનું વેરીફીકેશન પૂર્ણ કરવું.
 
 CRC માટે ખાસ સુચના (Click Here...)
વહિવટીય પ્રશ્ર્નો માટે તમારા જીલ્લાના DPEOનો સંપર્ક કરવો.
(DPEO / Collector / DDO / MUNI.COMM. / Sasna Adhikari)
ઓફીસરો ને Login કરવા માટે User Type માં "DPEO" Select કરવું અને તમારો User Id અને Password નાખવો. (Find User Name (Click Here...))
User Type :  
UserId :  
Password :  
 
       રાજયમાં પ્રવેશપાત્ર તમામ બાળકોનો શાળા પ્રવેશ કરાવવા માટે વર્ષઃર૦૦૩-૦૪ થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમના ખૂબ સારા પરિણામો મળતાં શાળામાં નામાંકન ૧૦૦% ની નજીક પહોંચી ગયું છે. તેમજ શાળાઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે આ ગાળા દરમ્યાન રાજય સરકારે ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરી છે. આ બધા સહિયારા પરિબળોના પરિણામે પ્રાથમિક શાળાઓમાં ધો.૧ થી પ નો ડ્રોપ આઉટ રેટ ર.ર૯% સુધી અને ધો.૧ થી ૭ માં ૮.૮૭% સુધી નીચે ઉતરી આવ્યો છે, જે "૦" સુધી લઈ જવાનું રાજ્ય સરકારનુ લક્ષ્ય છે.
  આમ, શાળાઓમાં ૧૦૦% નામાંકન અને ૧૦૦% સ્થાયીકરણ તરફની ભૌતિક સિદ્ધિની કૂચ જારી છે. ત્યારે શાળા-શિક્ષકો-વિઘાર્થીઓની શૈક્ષણિક "ગુણવત્તા" ઉપર ભાર મૂકી તેની ઉપર ઘ્યાન કેન્દ્રીત કરવું આવશ્યક થઈ પડે છે. આથી શાળા-શિક્ષકોની શૈક્ષણિક સજજતા અને વિઘાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા તથા અભ્યાસની ગુણવત્તાની ચકાસણી અને ત્રુટિઓના ઉપાય કરવા તે આજની તાતી જરૂરિયાત છે, તે માટે છે "ગુણોત્સવ" કાર્યક્રમ. આ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રી અને માન. મંત્રીશ્રીઓ/સંસદીય સચિવશ્રીઓ તથા રાજય કક્ષા/જિલ્લા કક્ષા ના ઉચ્ચ અધિકારીઓ જોડાશે અને શાળા-શિક્ષક-વિઘાર્થીનું શૈક્ષણિક દૃષ્ટિએ મૂલ્યાંકન આ "ગુણોત્સવ" કાર્યક્રમમાં કરશે.



 
 
 
  Help Line Numbers:- (079) 65108801/2 , (079) 23241663  
  Help Line Timing : 11.00 AM to 6.00 PM  
Visitors Counter : website hit counter